ગોધરાના ચિખોદરા વિસ્તારમાં ગેસ ભરાવવાની નજીવી બાબતે રિક્ષાચાલક પર હુમલાની ઘટના સામે આવી છે. મરિયમ મસ્જિદ પાસે રહેતા સફિયા મહેબૂબ દુર્વેશે આ અંગે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ તેમના પતિ મહેબૂબ દુર્વેશ માસ્ટર પેટ્રોલપંપ ખાતે રિક્ષામાં ગેસ ભરાવવા લાઇનમાં ઊભા હતા. આ દરમિયાન રજાક હુસૈન પીરખાએ પહેલા ગેસ ભરાવવાની માગ કરી હતી, જેનો ઇનકાર થતા આરોપીએ અપશબ્દો બોલી લોખંડના સળિયા વડે માર માર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હ