પાદરા વિધાનસભા વિસ્તારમાં આવેલા શાંતિના ધામ ચાણસદ ખાતે શ્રી પ્રમુખસ્વામી મહારાજ પટેલ વાડીના નવનિર્માણનું લોકાર્પણ વિધિવત્ રીતે કરવામાં આવ્યું. આ પવિત્ર પ્રસંગે પરમ પૂજ્ય સંતશ્રીઓની ઉપસ્થિતિ સાથે સાંસદશ્રી જશુભાઈ રાઠવા અને પાદરા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ લોકાર્પણ વિધિ નિભાવી હતી.