મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના પુદગામની પ્રાથમિક શાળાના બાળકો પાવાગઢ ખાતે પ્રવાસમાં આવ્યા હતા જ્યાથી કાલોલ મામલતદાર કચેરીની મુલાકાત લેવા આવ્યા હતા મામલતદાર વિકાસ પટેલ અને નાયબ મામલતદાર દ્વારા કચેરીની કામગીરી અંગે બાળકોને જાણકારી આપી હતી જેમકે જન્મ મરણ નોંધ, રેશનકાર્ડ, પુરવઠા વિભાગ, ટપાલ ની નોંધ, જમીન શાખા, ઈ ઘરા કેન્દ્ર જેવી માહિતી આપવામાં આવી હતી.