ભાભર રાધનપુર રોડ ઉપર આવેલા ખોડીયાર માતાજીના મંદિર ખાતે આઇસીડીએસ વિભાગની બહેનોની તા.28/09/2024ના મીટીંગ યોજાઇ હતી. જેમાં ભાભર તાલુકાના અલગ અલગ ગામોની આંગણવાડીની બહેનો દ્વારા વાનગી સ્પર્ધા યોજાયી હતી જેમાં એક થી ત્રણ સુધીના વિજેતા બહેનોને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા જ્યારે અન્ય આંગણવાડીઓમાં સરસ કામગીરી કરવા બાબતે સન્માન પત્રો આપવામાં આવ્યા હતા.