વડોદરા શહેરના GST કોલોની માં એક યુવકે અગમ્ય કારણોસર જાતે એક્ટિવામાં આગ ચાપી દીધી હતી, જેના કારણે કોલોની માં નાસભાગ ના દ્રશ્યો સર્જાયા હતા, યુવકે ગાડી માં આગ લગાડતાં ગાડી બળીને ખાક થઈ જવા પામી હતી,જીએસટી ભવનમાં નોકરી કરતા ડ્રાઇવર એ ફાયર ઇન્સ્ટ્રુમેન્ટના ફોગિંગ ની મદદથી આગ ને કંટ્રોલ કરી હતી,સ્થાનિકો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ ઘર કંકાસના કારણે યુવકે પોતાની જ ગાડીમાં આગ ચાપી હતી,