સુરતના લિંબાયતમાં પોલીસે એક મોટી કાર્યવાહી હાથ ધરીને ઉત્તર પ્રદેશના ચર્ચિત કમલેશ તિવારી હત્યાકાંડ સાથે સંકળાયેલા આરોપી યુસુફખાન પઠાણની ધરપકડ કરી છે.આરોપી વિરુદ્ધ એક વેલ્ડિંગ કામ કરતા યુવકને ડરાવી-ધમકાવી તેની મોંઘીદાટ કાર પડાવી લેવાનો ગંભીર ગુનો નોંધાયો હતો.પોલીસ પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે:સાયબર ફ્રોડ: આરોપી યુસુફ પઠાણ અને તેના સાથી ઈરફાન ઉર્ફે મોનુ સિદ્દીકીએ 'સર્વોદય એજ્યુકેશન ફાઉન્ડેશન ના નામે ટ્રસ્ટ ખોલી 5 કરોડ રૂપિયાની ઠગાઈ કરી હતી.