મેંદરડા: મેંદરડા તાલુકાનાં ખેડુત પરિવાર ભગવાન ભરોસે રવી સીઝન પાકો ના વાવેતર કરવામાં જોતરાયા
મેંદરડા પંથક સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં માવઠાના માર પછી ખેડૂતોને વાવેલ પાકોનું ભારે નુકસાન થયું હતું હજુ સુધી ખેડૂતો ને કોઈ સહાય મળી નથી તેમ છતાં ખેડુતો એ માથે દેવુ કરી ને પણ બધું દુઃખ તેમજ નુકસાની ભૂલીને પોતાનું અને પરીવાર નુ પેટીયું રળવા માટે બધા ખેડૂતો હવે નવેસરથી રવિ સિઝનનું વાવેતર ચાલુ કરી રહ્યા છે મેંદરડાના ખેડૂત પુત્ર પરસોત્તમભાઈ ઢેબરિયાના જણાવ્યા અનુસાર આ વખતે શિયાળુ વાવેતરને એક મહિના જેવું મોડું થઈ ગયેલ છે