ઉમરગામ: ઉમરગામમાં એસઆઈઆર અંતર્ગત મતદાર યાદી સુધારણા કામગીરી તેજ : તંત્રએ લોક સહકારની કરી અપીલ
ઉમરગામ તાલુકામાં એસઆઈઆર અંતર્ગત મતદાર યાદી સુધારણા કામગીરી ચાલી રહી છે, પરંતુ લોકો ફોર્મ ભરવામાં ઉદાસીનતા બતાવી રહ્યા છે. ઉમરગામ મામલતદાર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં બીએલઓ દ્વારા આ સમસ્યા રજૂ થતાં પ્રાંત અધિકારી, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીએ લોકોને સમયસર ફોર્મ ભરી જમા કરાવવાની અપીલ કરી હતી.