સુરતના સણિયા-કણદે વિસ્તારમાં આવેલી અને ડિંડોલી-ખરવાસા વિભાગ કેળવણી મંડળ સંચાલિત શ્રી જવાહર વિદ્યાલય હાલ વિવાદોમાં અને ભયના ઓથાર હેઠળ છે. શાળાનો મુખ્ય ગેટ અને સિક્યુરિટી કેબિન અત્યંત જર્જરિત હાલતમાં હોવા છતાં તંત્ર અને ટ્રસ્ટીઓ દ્વારા તેની અવગણના કરવામાં આવી રહી છે, જેના કારણે નિર્દોષ વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકાયા છે.