ડીસા: જૂનાડીસામાં 42 હે. સરકારી જમીન પરથી દબાણો દુર કરવા નોટિસ.....!
ડીસા તાલુકાના જૂનાડીસા ગામમાં સરકારી જમીન પર થયેલા દબાણ સામે તંત્ર હરકતમાં આવ્યું છે. સર્વે નં. 248 અને 249 સહિત અંદાજે 42 હેક્ટર વિસ્તાર પર થયેલા દબાણ મામલે ગ્રામિણ મામલતદાર કચેરીએ 24 શખ્સોને કલમ-61 હેઠળ નોટિસ ફટકારી છે. આવનાર 4 ડિસેમ્બરે મામલતદાર સમક્ષ સુનાવણી યોજાશે, જેમાં દબાણદારોને પોતાના પુરાવા રજૂ કરવા માટે તક આપવામાં આવશે તેમછતાં સમયસર યોગ્ય જવાબ નહીં મળે તો સરકારી જમીન ખુલ્લી કરવા નોટિસ આપી છે...