પાદરા: પાદરા-ચાણસદ: પ્રમુખ સ્વામી મહારાજનો 104મો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાયો
Padra, Vadodara | Nov 30, 2025 પાદરા તાલુકાના ચાણસદ ગામે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો 104મો જન્મોત્સવ ભાવભીની ઉજવણી સાથે યોજાયો. માંગસર સુદ આઠમ, વિક્રમ સંવત 1978ના પવિત્ર દિવસે આ ધરતી પર અવતરણ પામેલા પ્રમુખ સ્વામી મહારાજને યાદ કરી વિશેષ સભા તથા સત્સંગ કાર્યક્રમો યોજાયા.