કપરાડા: ચીવલ ગામે સ્મશાન ભૂમિ ખાતે હોલ અને શેડના નિર્માણનું ખાતમુહૂર્ત કરાયું
નાનાપોંઢા તાલુકાના ચીવલ ગામ ખાતે સ્મશાન ભૂમિમાં હોલ તથા શેડના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત આજ રોજ તા. 9 નવેમ્બર, 2025ના રોજ સવારે અંદાજે 11 વાગ્યે ધારાસભ્ય શ્રી જીતુભાઇ ચૌધરીના વરદ હસ્તે સંપન્ન થયું હતું. આ પ્રસંગે આજુબાજુના ગામોના આગેવાનો, ગ્રામજનો તથા વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ અંતે ધારાસભ્યશ્રીએ સૌને શુભેચ્છા પાઠવી...