ઉમરપાડા: પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના વેલંજા-કઠોર સેવા કેન્દ્ર દ્વારા શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું.
Umarpada, Surat | Nov 24, 2025 પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના વેલંજા-કઠોર સેવા કેન્દ્ર દ્વારા આજે સવારે 7 થી 9 વાગ્યા દરમિયાન શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં મોટી સંખ્યામાં બ્રહ્માકુમારી બહેનો અને ભાવિકો ઉત્સાહભેર જોડાયા હતા. યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વ શાંતિ અને વ્યસ મુક્તિનો સંદેશ ફેલાવવાનો હતો.