ધોળકા: બાવળા નગરમાં પોલીસે રેડ પાડી રૂ. 1.73 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
તા. 12/11/2025, બુધવારે રાત્રે 7.45 વાગે બાવળા પોલીસે બાવળા ખાતે જૂની પંજાબ બેંકના ખાંચામાં રેડ પાડી અમુક મકાનોના ધાબા ઉપરથી અને એક મકાનમાંથી વિદેશી દારૂની બોટલ નંગ - 575 કિંમત રૂ. 1,73,995 ની મળી આવી હતી. રેડ દરમ્યાન આરોપી હાજર મળી આવ્યો ન હતો. બાવળા પોલીસે પ્રોહીબીશન નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.