જૂનાગઢ: મામલતદાર કચેરી ખાતે BLO દ્વારા કરાતી SIR 2025 ગણતરી ફોર્મની ડિજિટાઇઝેશન કામગીરીની કલેક્ટરે સમીક્ષા કરી
આજરોજ મામલતદાર કચેરી જૂનાગઢ ખાતે BLO દ્વારા SIR 2025 અન્વયે ગણતરી ફોર્મની ડિજિટાઇઝેશન અંગેની કામગીરીની કલેકટર અનિલ કુમાર રાણાવસિયા દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી.પ્રાંત કચેરી ખાતે મતદાર નોંધણી અધિકારી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ અને BLO સાથે SIR કામગીરીની સમીક્ષા કરી હતી. 17 નવેમ્બર 2025 અને સોમવારના રોજ 4 વાગ્યાની આસપાસ સમીક્ષા કરવામાં આવી હતી.