સુરત : કરંજ પ્રાથમિક શાળાના બ્રેઈનડેડ આચાર્યના હાથ અને ચક્ષુઓના દાનથી ત્રણને નવજીવન મળ્યું હતું. ઓલપાડ પારડી કરંજ ગામના નાણાવટ ફળિયામાં દિલીપભાઈ પટેલ પત્ની સહિતના પરિવાર સાથે રહે છે. તે ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમજ તેમના ૪૮ વર્ષીય પત્ની જાગૃતિબેન કરંજ પ્રાથમિક સ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા. ગત તા. પમીએ ઘર પાસે માતાજીના મંદિરની સાલગીરી હોવાથી ભજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં જાગૃતિબેન ગયા હતા.