જૂનાગઢ: કતલ કરવાના ઈરાદે કુરતાપૂર્વક બાંધીને લઈ જવાતી 10 ભેંસોને તાલુકા પોલીસે સમયસર કાર્યવાહી કરી જીવ બચાવ્યો છે.
જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટાફ માખીયાળા ઓવરબ્રિજ નજીક નવા બાયપાસ રોડ પર પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન એક ટ્રક શંકાસ્પદ હાલતમાં પસાર થતો નજરે પડતા પોલીસે તેને તાત્કાલિક અટકાવી તપાસ હાથ ધરી હતી. ટ્રકની તપાસ દરમિયાન અંદર રહેલી 10 ભેંસોને ઘાસચારા કે પાણીની કોઈ વ્યવસ્થા વિના, હલનચલન કે શ્વાસ પણ ન લઈ શકે તે રીતે ટૂંકા દોરડાથી અત્યંત ક્રૂરતાપૂર્વક બાંધી રાખવામાં આવી હતી. તપાસમાં ખુલ્યું કે આ ભેંસોને કતલ કરવાના ઈરાદે ગેરકાયદેસર રીતે હેરાફેરી કરવામાં આવી રહી હ