ઉમરગામ: ઉમરગામમાં મોના ગારમેન્ટ ચોરીના ગુનામાં પાલઘરના બે તસ્કરો ઝડપાયા
ઉમરગામ જીઆઈડીસી ફેઝ-૨માં આવેલી મોના ગારમેન્ટ કંપનીમાં બારીની ગ્રીલ તોડી ચોરી કરનાર બે તસ્કરોને પોલીસે ઝડપ્યા છે. આરોપીઓએ 15 નવેમ્બરે કંપનીમાંથી સ્પાઇકર બ્રાન્ડના 155 શર્ટ (કિં. રૂ. 79,515) રિક્ષામાં ભરી ફરાર થયા હતા.