તારીખ 6 ફેબ્રુઆરી, શુક્રવારના બપોરે અંદાજે સાડા ત્રણ વાગ્યાના સમયગાળામાં, તળાજા–પાલીતાણા રોડ પર આવેલા કુંઢેલી ગામ નજીક આ ગંભીર અકસ્માત બન્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, ટુ-વ્હીલર પર સવાર દલપતભાઈ ખટાભાઈ દિહોરા અને તેમની પત્ની કાંતાબેન દલપતભાઈ દિહોરા, રહે. દિહોરા, ને એક ફોર-વ્હીલ વાહનના ચાલકે અડફેટે લીધા હતા, જેના કારણે બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી.