અડાજણ: સુરતના કતારગામમાં બીમારીથી કંટાળીને આધેડે ફાંસો ખાઈ આપઘાત કર્યો
Adajan, Surat | Nov 22, 2025 સુરત શહેરમાં બેકાર બે યુવકે આપઘાત કરી જીવન ટુંકાવી લીધું હતું. જેમાં કતારગામના બેકાર યુવકે અને વેલંજાના બેકાર યુવકે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.કતારગામ વિસ્તારમાં આવેલ કુંજગલીમાં રહેતા ૩૮ વર્ષિય નિમેષ નવીનભાઈ પટેલ રત્નકલાકાર તરીકે કામ કરી પરિવારનું ભરણપોષણ કરતા હતા. નિમેષભાઈ હાલ બેકાર જીવન જીવતા હતા. તેમને છેલ્લા ત્રણ વર્ષથી ડાયાબિટીસ તથા ટીબી સહિતની બીમારીઓ પણ હતી. ગુરુવારે સાંજે નિમેષભાઈએ ઘરના ગળે ફાસો ખાઈ આપઘાત કરી લીધું હતું.