માંડવી તાલુકાના કાઠડા વિસ્તારમાં પ્રસ્તાવિત એરસ્ટ્રીપના વિસ્તરણ માટે ગૌચર જમીન કપાત થવાની પ્રક્રિયા સામે અખિલ કચ્છ ચારણ સભાએ કડક વિરોધ નોંધાવ્યો છે. ગૌચર જમીન પશુપાલકો અને ગ્રામ્ય અર્થવ્યવસ્થાનો આધારસ્તંભ હોવાથી તેની કપાત કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય નથી તેમ સભાએ સ્પષ્ટ કર્યું છે.અખિલ કચ્છ ચારણ સભાના આગેવાનોના જણાવ્યા મુજબ, ગૌચર જમીન બચાવવા માટે સંવિધાનિક અને કાનૂની માર્ગ અપનાવવામાં આવશે.