ઉમરગામ: ઉમરગામ જીઆઇડીસીમાં વધતું વાયુ પ્રદૂષણ: રહેવાસીઓના આરોગ્ય પર જોખમ, પર્યાવરણવાદીઓએ વ્યક્ત કરી ચિંતા
ઉમરગામ જીઆઇડીસી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વાયુ પ્રદૂષણની માત્રામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને શિયાળાના દિવસોમાં રાત્રિના સમયે હવામાં દુર્ગંધ અને ધુમ્મસ જેવી પરિસ્થિતિ અનુભવાતા આસપાસના રહેણાંક વિસ્તારોમાં રહેવાસીઓને શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં બળતરા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.