આજે બપોરે 1 વાગે મળતી માહિતી મુજબ ખેડબ્રહ્મા શહેરમાં વસવાટ કરતા આંજણા ચૌધરી સમાજ જેઓની કુળદેવી અર્બુદા માતાજીનો 11મો પાટોત્સવ ઉલ્લાસભેર ઉજવાયો હતો. જેમાં શણગારેલા રથ સાથે ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રા ખેડબ્રહ્મા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. જ્યાં અન્ય સમાજના લોકો દ્વારા પણ આ શોભાયાત્રા નું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોએ ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી.