કામરેજ: સુરત ગ્રામ્ય SOGના ભાવિક ચૌધરીની ‘ડીજીપી ડિસ્ક’થી સન્માન
Kamrej, Surat | Nov 25, 2025 ગુજરાત પોલીસ વિભાગમાં ફરજ દરમિયાન ઉત્કૃષ્ટ અને સરાહનીય કામગીરી કરનારા ૫૬૮ પોલીસ અધિકારીઓ/કર્મચારીઓને આજે ગુજરાત પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી તરફથી ડીજીપીની પ્રશંસા ડિસ્ક-૨૦૨૪ (DGP's Commendation Disc-2024) એનાયત કરવામાં આવી હતી.આ નિમિત્તે ગાંધીનગર સ્થિત ગુજરાત પોલીસ અકાદમી, કરાઈના નવા વિદ્યાભવન ઓડીટોરીયમ ખાતે ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.