જૂનાગઢ: મહાશિવરાત્રિ મેળા નિમિત્તે ગિરનાર રોપ વેમાં પાંચ દિવસ માટે ટિકિટના દરમાં ઘટાડો
જૂનાગઢ ખાતે યોજાનાર મહાશિવરાત્રિ મેળાને નિમિત્તે ગિરનાર રોપ-વે દ્વારા ભાવિક- ભક્તો માટે ખાસ ડિસ્કાઉન્ટ ઓફર જાહેર કરવામાં આવી છે.રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ આ ઓફર અમલમાં મૂકવામાં આવી છે. આ ઓફર અંતર્ગત ભક્તોને ગિરનાર રોપ-વેની ટિકિટ રૂપિયા ૬૩૦ (GST સહિત)ના વિશેષ દરે ઉપલબ્ધ રહેશે. આ યોજના તારીખ ૧૧ થી ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન માન્ય રહેશે.