સાયલા: સાયલાના સુદામડાની સીમમાં ગેરકાયદે ખનીજ ચોરી ઝડપાઈ કાળો કારોબાર કરતા 9 ડમ્પર, 2 હિટાચી મશીન સહિત 4 કરોડનો મુદ્દામાલ જપ્ત
સાયલા તાલુકામાં ખનીજ તંત્રને સુદામડા સીમ જમીનમાં ગેરકાયદે બ્લેકટ્રેપ ખનીજ ચોરી થતી હોવાની બાતમી મળી હતી. અને ખનીજ વિભાગના જગદીશ વાઢેર સહિત કર્મીઓની ટીમ 19-11એ સુદામડાની જમીનમાં પહોંચી હતી. જ્યાં સ્થળ ઉપર રહેલ 9 ડમ્પર, 2 હિટાચી મશીન તેમજ 1 બોલેરો કાર સહિતનો અંદાજે રૂપિયા 4 —કરોડથી વધુનો મુદ્દામાલ ખનીજ તંત્રને હાથ -લાગ્યો હતો.તંત્ર દ્વારા ખાણ ચલાવતા શખસોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. વધુમાં ખોદકામ થયેલી —ખનીજ ચોરી બાબતે સર્વેનું કામકાજ શરૂ કરી છે