લખપત: દયાપર મામલતદાર કચેરીનું નવું બિલ્ડિંગ કાર્યરત:5.17 કરોડના ખર્ચે બનેલી કચેરીમાં શાંતિ યજ્ઞ, કચ્છી આરાધી વાણી યોજાઈ
Lakhpat, Kutch | Nov 25, 2025 લખપત તાલુકાના મુખ્ય મથક દયાપરમાં નવનિર્મિત તાલુકા મામલતદાર કચેરી સત્તાવાર રીતે કાર્યરત થઈ ગઈ છે. રૂપિયા 5.17 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ અધ્યતન બિલ્ડિંગનું ગત 3જી તારીખે મુખ્યમંત્રીના હસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. માહિતી સવારે 10:00 કલાકે પ્રાપ્ત થયેલ છે.