જૂનાગઢ: માર્કેટિંગ યાર્ડ ખાતે આત્મનિર્ભર ભારત અંતર્ગત કાર્યક્રમ યોજાયો, જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા
જુનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે આજરોજ આત્મનિર્ભર ભારત અંતર્ગત પ્રેરણાદાયક કાર્યક્રમ યોજાયો હતો.સ્થાનિક ખેડૂતો વેપારીઓ અને યુવાનોને સશક્ત બનાવવા માટે સરકાર દ્વારા પગલાં લેવામાં આવે છે ત્યારે મોટી સંખ્યામાં વેપારીઓ ખેડૂતો પણ ઉપસ્થિત રહ્યા હતા.આ તકે જુનાગઢ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ કિરીટ પટેલ, સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.