વરાછા કાપોદ્રા ખાતેથી બ્રહ્માકુમારીઝ દ્વારા શાંતિ યાત્રાનું આયોજન,મોટી સંખ્યામાં મહિલા સહિતના સભ્યો જોડાયા
Majura, Surat | Nov 23, 2025 પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય ગુજરાત ઝોન તેની ઈશ્વરીય સેવાના 60 વર્ષની પૂર્ણતા પર વર્ષ 2025 ને “ડાયમંડ જ્યુબિલી વર્ષ” તરીકે ઉજવી રહ્યું છે.જે અંતર્ગત “બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ” પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના 500 થી વધુ સેવાકેદ્રો દ્વારા શાંતિમય સંસારના નિર્માણના લક્ષ સાથે રવિવારે શાંતિયાત્રાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું. તેમાની બે શાંતિયાત્રા નો શુભારંભ બ્રહ્માકુમારીઝની વરાછા શાખા દ્વારા કાપોદ્રા મલ્ટી પર્પઝ હોલ પાસેથી કરવામાં આવી.