કાલોલ: કાનોડ અને રતનપુરામાં ભાજપનો નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ યોજાયો,જેમાં ધારાસભ્ય સાથે સૌ હાજર રહ્યાં
કાલોલ ના પીંગળી જિલ્લા પંચાયતના કાનોડ તેમજ બાકરોલ જિલ્લા પંચાયતના રતનપૂરા ખાતે નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે કાલોલ વિધાનસભા બેઠકના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ તેમજ ભારતીય જનતા પાર્ટી કાલોલ તાલુકાના મંડળ પ્રમુખ મહિદિપસિંહ ગોહિલ તથા જીલ્લામાંથી ઉપસ્થિત વકતા નીતિનભાઈ શાહ, પૂર્વ મંડળ પ્રમુખ નરેન્દ્રભાઈ ગોહિલ સહિતના જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના સદસ્યો તેમજ સર્વ કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા.