ધોળકા: ધોળકા ખાતે મતદારયાદી વિશેષ સુધારણા કાર્યક્રમ (SIR ) અંતર્ગત મતદાન મથકો પર કેમ્પ યોજાયા
આજરોજ તા. 16/11/2025, રવિવારે સવારના નવ વાગ્યાથી બપોરના એક વાગ્યા દરમ્યાન ધોળકા ખાતે મતદાન મથકો પર મતદારયાદી વિશેષ સુધારણા કાર્યક્રમ (SIR ) અંતર્ગત કેમ્પો યોજાયા હતા. જ્યાં BLO હાજર રહ્યા હતા અને ઉપસ્થિત મતદારોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. રાજકીય પક્ષોના કાર્યકરો પણ મતદાન મથકો પર મતદારોને મદદરૂપ થતાં જોવા મળ્યા હતા.