આજરોજ ઉતરાયણ પર્વ નિમિત્તે પૂર્વ કચ્છ જિલ્લા ટ્રાફિક પોલીસે માનવતા અને સંવેદનશીલતાનું ઉમદા ઉદાહરણ રજૂ કર્યું છે.પોલીસ પ્રજાનો મિત્ર છે આ વાતને આજે પૂર્વ કચ્છ જિલ્લા ટ્રાફિક પોલીસે કાર્યરત રીતે સાબિત કરી બતાવી છે.પૂર્વ કચ્છ જિલ્લા ટ્રાફિક પોલીસ શાખાના પીએસઆઈ એ.એન.ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસ પરિવાર દ્વારા સ્લમ વિસ્તારોમાં રહેતા બાળકો માટે ઉતરાયણ પર્વ નિમિત્તે પતંગોનું વિતરણ કરવામાં આવ્યું હતું.