કપરાડા: તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ, આગામી દિવસોમાં વરસાદની આગાહી, ખેડૂતો ચિંતામાં
Kaprada, Valsad | Oct 24, 2025 આજરોજ તારીખ 24 ઓક્ટોબર 2025 ના મોડી સાંજે અંદાજે છ વાગ્યાના આસપાસ તાલુકાના અનેક ગામડાઓમાં ધીમીધારે વરસાદ પડતા જગતનો તાત ચિંતાતુર બન્યો છે જો કે હજુ પણ આગામી તારીખ 30 ઓક્ટોબર સુધી વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે હાલ ડાંગર નો પાક તૈયાર થઈ ગયો હોવાથી જગતનો ચિંતાતુર બન્યો છે.