જામનગર ખાતે જિલ્લા ફરિયાદ અને સંકલનની બેઠક યોજાઇ હતી. જેમાં જામજોધપુર ના ધારાસભ્ય હેમંત ખવા એ જુદા જુદા વિભાગના લોકહિતના પ્રશ્નો ઉઠાવી તંત્રને આડે હાથ લીધું હતું. જામનગર જીલ્લામાં અનેક ગામોમાં કલેક્ટર દ્વારા પવનચક્કી અને પવનચક્કીની ઇલેક્ટ્રીક લાઈનો ઉભી કરવા માટે જુદી જુદી કંપનીઓને જમીન કાળવવામાં આવી છે.