ગાંધીધામ 'એ' ડિવિઝન પોલીસે "SAY NO TO DRUGS" મિશન અંતર્ગત ખોડીયારનગરમાં રેઇડ કરીને 12.275 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડયા છે. પકડાયેલ આરોપીઓમાં રમેશ રામાભાઈ દેવીપૂજક અને ભીખાભાઈ રતનભાઈ દેવીપૂજકનો સમાવેશ થાય છે. પોલીસે ₹6.13 લાખની કિંમતનો ગાંજો, એક્ટિવા, મોબાઈલ અને રોકડ રકમ મળી કુલ ₹7,48,535નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.