સ્વામીનારાયણ મંદીર ભુજ દ્વારા સ્થાપિત અને રાપર ગુરૂકુળ દ્વારા સંચાલતી ભારતીય સંસ્કૃતિ ,વૈદિક પરંપરા આધ્યાત્મિક શિક્ષણના પુનરૂત્થાનના હેતુથી શ્રી સ્વામીનારાયણ વૈદિક ગુરૂકુલમનું પ્રથમ સોપાન વેદ વિદ્યાલય અંજાર તાલુકાના ચાંદ્રાણી ખાતે બનાવાયું છે. તારીખ 16 જાન્યુઆરીથી ત્રણ દિવસ સુધી લોકાર્પણ કરાશે.