વલ્લભીપુર-ચમારડી નજીક મહેન્દ્રપુરમ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી I20 કારે સ્કૂટર પર સવાર બે આધેડને અડફેટે લેતા બંનેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં મૃતકોની ઓળખ ચમારડી ગામના મુંજાણી પ્રેમજીભાઈ જેરામભાઈ અને કાંતિભાઈ કુંવરજીભાઈ જસાણી તરીકે થઈ છે.ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે વલ્લભીપુર સરકારી હોસ્પિટલ ખસેડાયા.