સાયલા તાલુકાના મદારગઢ, ગામની સીમમાં મોટા પાયે ગેરકાયદેસર પથ્થરનું ખોદકામ થતું હોવાની બાતમી મળતા મામલતદારની ટીમે આકસ્મિક દરોડો પાડયો હતો. ગામના સર્વે નંબર ૫૨/૧ અને ૨ વાળી ખાનગી માલિકીની જમીન પર ચાલતી આ ખનીજ ચોરીના સ્થળેથી અંદાજે રૂ.૧.૨૫ કરોડની કિંમતના બેમશીનો ઝડપી પાડી સીઝ કરવામાં આવ્યા હતા. આ મામલે વધુ તપાસ અને માપણીની કામગીરી માટે સુરેન્દ્રનગર ખાણ-ખનીજ વિભાગને સોંપવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, માત્ર દસ દિવસ અગાઉ જ સાયલા પોલીસે આ વિસ્તારમાંથી પોલ