મુળી: મહાદેવગઢ પ્રાથમિક શાળામાં બંધારણ દિવસની ઉજવણી કરાઈ
મહાદેવગઢ પ્રાથમિક શાળામાં ભારતીય બંધારણ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓમાં બંધારણ પ્રત્યે જાગૃતિ અને દેશપ્રેમની ભાવના ઊભી થાય તે માટે વિવિધ શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણી અંતર્ગત ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, એકપાત્રીય અભિનય, બંધારણનું આમુખ વાંચન તેમજ શપથ ગ્રહણ જેવા કાર્યક્રમો યોજાયા હતાં.