આજે બપોરે 3 વાગે મળતી માહિતી મુજબ ખેડબ્રહ્મા નદી થઈને પાદરડી જવાના રસ્તા તરફ ચોમાસા દરમિયાન એક બાજુ નો રસ્તો દબીજતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે. ચોમાસાને કેટલો સમય વીત્યા છતાં આજ દિન સુધી રોડ નું સમારકામ ન કરાતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે કોઈ મોટો અકસ્માત સર્જાય તે પહેલા તંત્ર દ્વારા સમારકામ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.