જામનગર શહેરના ત્રણેય પોલીસ ડિવિઝન તેમજ રેલવે વિભાગ સહિત કુલ અંદાજે 30 લાખની કિંમતની 8741 નંગ ઇંગ્લિશ દારૂની બોટલના જથ્થાનો નાશ કરવા માટેની આજે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી, અને નાઘેડી નજીક સરકારી ખરાબાની જગ્યામાં વિશાળ દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી દઈ દારૂનો મોટા પાયે નાશ કરવામાં આવ્યો હતો