બાવળા: ધોળકામાં બહુજન સમાજ પાર્ટી દ્વારા બિરસા મુંડાની 150 મી જન્મ જયંતિની ઉજવણી કરાઈ
તા. 15/11/2025, શનિવારે રાત્રે 9.30 કલાકે ધોળકા ખાતે કલિકુંડ વિસ્તારમાં બિરસા મુંડાની 150 મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બહુજન સમાજ પાર્ટી ધોળકા યુનિટના વિધાનસભા અધ્યક્ષ જીજ્ઞેશ શ્રીગોડ, ઉપાધ્યક્ષ જે. કે. મકવાણા, અમદાવાદ જિલ્લા ઉપાધ્યક્ષ પી. એમ. જીણીયા, ગુજરાત પ્રદેશના ઝોન કો - ઓરડીનેટર ભયલાલભાઈ પાંડવ, બહુજન પાર્ટીના આગેવાનો મિલિન્દ ગૌતમ, અરવિંદ દાફડા, વિજય ચૌહાણ, ધાર્મિક ગોહિલ વગેરે હાજર રહ્યા હતા.