સૌરાષ્ટ્રના ઘેડ વિસ્તારની દયનીય સિ્થત િ અને પૂરના પ્રશ્ન| આજે આમ આદમી પાર્ટીએ સરકાર સામે મોરચો માંડ્યો છે. જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે આજે ‘આપ’ના કાર્યકરો અને નેતાઓએ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર જેલમાં બંધ ‘આપ’ નેતા પ્રવીણ રામના પોસ્ટરો રહ્યા હતા. કાર્યકરોએ પ્રવીણ| રામના પોસ્ટરો હાથમાં રાખી સરકારની દમનકારી નીતિનો વિરોધ કર્યો અને ઘેડના પ્રશ્ને સરકારને આડે હાથ લીધી હતી.