ઝઘડીયા GIDC પોલીસ સ્ટેશનની ટીમે મહત્વની કાર્યવાહી કરી છે.ઝઘડીયા GIDC પોલીસ સ્ટેશનના PSI પી.કે. રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન અંગત બાતમીના આધારે દધેડા ગામના નવિનગરી ફળીયા પાસે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક નહેર પાસે ઝાડી-ઝાકરામાં છ બેગોમાં ચોરીનું મેગ્નેશીયમ સંતાડવામાં આવ્યું હોવાની માહિતી મળી હતી.પોલીસે સ્થળ પર પહોંચીને કોર્ડન કરી ચાર ઈસમોને ઝડપી પાડ્યા હતા.