માંડવી: તાલુકાના મોટી રાયણ ગામ ખાતે બારમતી પંથના આદ્યસ્થાપક અને મહેશ્વરી સમાજના ઇષ્ટદેવ પરમ પૂજ્ય શ્રી ધણી માતંગદેવની ૧૨૭૩મી જન્મજયંતીની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી.આ અવસરે મોટી રાયણ ગામમાં ધણી માતંગદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વાજતે-ગાજતે નીકળેલી શોભાયાત્રામાં મહેશ્વરી સમાજના ભાઈઓ, બહેનો તેમજ યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.