વાંકાનેર: વાંકાનેર ખાતે યુનિટી માર્ચ અને કમલમના ઉદઘાટન પ્રસંગની પૂર્વ તૈયારીની બેઠક યોજાઈ...
Wankaner, Morbi | Nov 17, 2025 વાંકાનેર નગરપાલિકા ખાતે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં બે મહત્વપૂર્ણ કાર્યક્રમોની પૂર્વ તૈયારી માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં આગામી 18મી નવેમ્બર, 2025 ને મંગળવારના રોજ યોજાનારી 'અખંડ ભારતના શિલ્પકાર' અને 'લોખંડી પુરુષ' સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે યુનિટી માર્ચ પદયાત્રાની તૈયારીઓ પર ચર્ચા કરવામાં આવી હતી.