ધોળકા: ધોળકા ખાતે રખડતા ઢોરની અડફેટે બાઈક સવાર દંપતી ઈજાગ્રસ્ત થયું
તા. 08/11/2025, શનિવારે રાત્રે આશરે નવ વાગ્યાના સુમારે ધોળકા ખાતે ખેડા - બગોદરા હાઇવે રબારીવાસ નજીક રખડતા ઢોરની અડફેટે બાઈક સવાર દંપતી ઈજાગ્રસ્ત થયું હતું. તેમને સારવાર માટે 108 મારફત ધોળકાની પાશ્વનાથ હોસ્પિટલ લઈ જવાયા હતા. ત્યાંથી બાઈક ચાલક યુવકને વધુ સારવાર માટે અમદાવાદ રીફર કરવામાં આવેલ.