પારડી: જહરખુરાની ગેંગ' મુસાફરોને નશીલા પદાર્થ પીવડાવી લૂંટ કરતી, વલસાડ LCBએ મુખ્ય આરોપીને જયપુરથી ઉઠાવ્યો
Pardi, Valsad | Nov 18, 2025 વલસાડ જિલ્લાના લોકલ ક્રાઇમ બ્રાંચે આંતરરાજ્ય સ્તરે સક્રિય અને મુસાફરોને નિશાન બનાવતી કુખખ્યાત 'જહરખુરાની ગેંગ'ના મુખ્ય રીઢા આરોપીને રાજસ્થાનના જયપુરમાંથી મુદામાલ સાથે પકડી પાડ્યો છે. ફ્રાન્સની BLABLA કાર-શેરિંગ એપનો ઉપયોગ કરી મુસાફરી કરતા લોકોને નશાયુક્ત પદાર્થ પીવડાવી અપહરણ કરીને ચોરીઓ કરતા હતા.