વડોદરા શહેરના સોમા તળાવ વિસ્તારમાં જાહેરમાં મારામારી ની ઘટના બની હતી.જેના વિડિયો હાલ ખૂબ વાયરલ થઈ રહ્યા છે.વિડિયો મા જોઈ શકાય છે કે બે જૂથો ડાંગ અને દંડા લઈને એકબીજા પર તૂટી પડે છે.મારામારીની આ ઘટનામાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.મારામારીનો વીડિયો થયો વાયરલ થતા હવે પોલીસ કામે લાગી છે.ત્યારે સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.