ઉધના: સુરતના સચિનમાં રખડતા શ્વાનોનો આતંક: ૪ વર્ષના માસૂમ બાળક પર જીવલેણ હુમલો, બાળકના શરીર પર 20 થી વધુ ગંભીર ઈજા
Udhna, Surat | Nov 23, 2025 સુરત શહેરમાં રખડતા શ્વાનોનો આતંક યથાવત્ જોવા મળી રહ્યો છે, અને આજના દિવસની સૌથી દુઃખદ અને ચિંતાજનક ઘટના સચિન વિસ્તારમાંથી સામે આવી છે.સચિન વિસ્તારમાં એક અત્યંત કરુણ અને ગંભીર બનાવ સામે આવ્યો છે. અહીં ૪ વર્ષના માસૂમ બાળક, શિવાય ઉર્ફે શિવરાજ રાજેશ પ્રજાપતિ, પર ૪થી ૫ જેટલાં શ્વાનોના ટોળાએ જીવલેણ હુમલો કર્યો હતો.બાળક તેના પિતા સાથે ઇકો ડાયમંડ પાર્ક પાસે આવેલી કંપનીમાં હતો, ત્યારે બહારના ભાગમાં જ અચાનક શ્વાનોએ તેને નિશાન બનાવ્યો.